
Rajkot Police Encounter: રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે. તપાસ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા થઈ હતી. આ કાર્યવાહીમાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ, KDP હોસ્પિટલ ખાતે આરોપી અને પોલીસ કર્મી સારવાર હેઠળ છે.
