
Passport Ranking 2026: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો પાસપોર્ટ તમને કેટલા દેશોમાં ‘વિઝા ઓન અરાઈવલ’ ની સુવિધા આપે છે? લેટેસ્ટ ‘હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2026’ માં આ સવાલનો જવાબ છે. વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરવામાં આવી છે અને આ વખતે ભારત માટે સારા સમાચાર છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન ભારત કરતા ઘણું પાછળ રહી ગયું છે. આવો જાણીએ કે 2026 માં કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત છે, હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ કેટલું છે અને ભારતીયો કેટલા દેશોની યાત્રા વિઝા વગર કરી શકે છે.
કયા દેશનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી?
સતત બીજા વર્ષે સિંગાપુરે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું બિરુદ જાળવી રાખ્યું છે.
