
Amreli Jafrabad News : અમરેલીના જાફરાબાદના દરિયામાં પાંચ દિવસ પહેલા અચાનક લાપતા થયેલા ખલાસીની શોધખોળનો આજે કરૂણ અંત આવ્યો છે. 23 નવેમ્બરના રોજ દરિયામાં ગુમ થયેલા ખલાસી જસવંત બારૈયાનો મૃતદેહ જાફરાબાદ અને દીવ વચ્ચેના દરિયામાંથી મળી આવ્યો છે. પાંચ દિવસથી દીકરાના હેમખેમ પાછા ફરવાની આશા રાખીને બેઠેલા પરિવાર પર આ સમાચાર મળતા જ આભ તૂટી પડ્યું હતું.
શું છે મામલો?
આ દુર્ઘટનાની વિગત એવી છે કે, 23 નવેમ્બરના રોજ જસવંત (કેટલાક અહેવાલો મુજબ યશવંત) બારૈયા નામનો ખલાસી જાફરાબાદના દરિયામાં બોટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માતે દરિયામાં પડી ગયો હતો અને લાપતા થઈ ગયો હતો.
