જામનગરના કાલાવડમાં રખડતા ઢોરની અડફેટે બાઇકચાલક યુવકનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • રખડતા ઢોરના ત્રાસથી આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો
  • યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યું
  • રખડતા ઢોર સામે પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

જામનગર જિલ્લાના કાલાવાડના નિકાવા ગામે રખડતાં ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. કાલાવડ-રાજકોટ હાઇવે પર નિકાવા ગામ પાસે આખલાએ એક બાઈક ચાલકને ટકકર મારી હતી. જેથી બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાઈક ચાલકને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.

રખડતા ઢોરથી રાજ્યમાં ઠેર ઠેર અવારનવાર દુર્ઘટના થતી હોવાના અહેવાલો સામે આવતા રહે છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવાડના નિકાવા ગામે વિફરેલા આખલાએ એક બાઈકસવારને એડફેટે લીધો હતો. આખલાની અડફેટે આવેલો બાઈકસવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી સ્થાનિક લોકોએ 108 મારફત યુવકને કાલાવડ સિવીલ હોસ્પિટલમાં તાબડતોબ સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. યુવકના મોત બાદ વહીવટી તંત્ર રખડતા ઢોરને પાંજરે પુરવાની પ્રક્રિયામાં ઢીલાશ ન વર્તે તેવી માંગ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં પણ રખડતાં ઢોરોના ત્રાસ અંગે કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશન અને જાહેરહિતની રિટ અરજીની સુનાવણી હાથ ધરાઇ હતી. આ તકે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, રખડતા ઢોરોના ત્રાસનો મામલો નિયંત્રણ બહારનો થઇ ગયો હોવાથી રાજ્ય સરકારે કડક પગલાં ભરવા જોઇએ. સરકારે મોટા શહેરો સહિત રાજ્યભરમાં નક્કર પગલાં ભરવા જોઈએ, આ સમસ્યા ઉકેલવા માટે ગંભીરતાથી કામ કરવું જોઈએ. સાથો સાથ હાઈકોર્ટે સરકારને મૌખિક નિર્દેશ કર્યો હતો કે રખડતા ઢોરોના નિરાકરણ માટે ચોક્કસ એક્શન પ્લાન બનાવવીને રજૂ કરવામાં આવે. રખડતા ઢોરોના મુદે હવે સરકારે કંઇક કરવું જોઇએ. આ અરજીની વધુ સુનાવણી 9 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *