
– થાનગઢમાં પોલીસ અને પીજીવીસીએલનું મેગા ઓપરેશન
– મીટર વગર સીધું જોડાણ લઇ એસી અને વૈભવી સુવિધાઓ વચ્ચે વીજળીની ખુલ્લેઆમ ચોરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા વીજ લોસને ડામવા માટે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ ૨૫ ટકાને પાર કરી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાનગઢના જામવાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને સેન્સિટિવ વિસ્તારો અને જ્યાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ વધુ હોય તેવા સ્થળોને નિશાન બનાવીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
