દર વર્ષે 14થી 20 નવેમ્બર દરમિયાન નેશનલ માયોપીયા વીક ઉજવાય છે. આ અવસરે ભુજની જનરલ હોસ્પિટલના ચક્ષુ નિષ્ણાતોએ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ સ્ક્રિનથી દૂર રાખવાની સલાહ આપી હતી. ખાસ કરીને આજકાલ બાળકો બહાર રમવાનું અને હળવા – મળવાનું ટાળે છે. માતા પિતાએ બાળકોને બહારની ગતિવિધિ અને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા જોઈએ. કુદરતી તાપમાં પણ થોડો સમય વિતાવવો જોઈએ. તબીબોના કહેવા મુજબ વધતા જતા સ્ક્રીન ટાઇમને કારણે આગળ જતા આંખની એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે દૂરની વસ્તુ ધૂંધળી થવા લાગે છે. આધેડ અને વૃદ્ધોમાં તો આ સ્થિતિ સામાન્ય હોય છે, પરંતુ બાળકોની આંખ પણ હવે બગડવા લાગી છે. માયોપીયા એટલે દૂરની નજર કમજોર થઈ જવી, જીવનશૈલીને કારણે આંખમાં આ ફેરફાર જોવા મળે છે. જે ખાસ કરીને બાળપણ અને કિશોર અવસ્થામાં થાય છે, એમ ચક્ષુ નિષ્ણાત ડો. કવિતાબેન શાહે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આજકાલ બાળકો બહાર રમવાનું અને હળવા – મળવાનું ટાળે છે. માતા પિતાએ બાળકોને બહારની ગતિવિધિ અને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા જોઈએ. કુદરતી તાપમાં પણ થોડો સમય વિતાવવો જોઈએ. ડો. અતુલ મોડેસરાએ જણાવ્યું કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રિનથી તો દૂર જ રાખવા જોઈએ. ઉપરાંત સ્ક્રિન જેટલું દૂર હશે તેટલું દબાણ આંખ ઉપર ઘટશે. તેમણે સીધા બેસવા, ગરદન ઝૂકાવીને મોબાઇલ જોવાનું ટાળવા, મોબાઈલ આંખની સ્તરે રાખવા સલાહ આપી હતી. માયોપીયા દ્રષ્ટિદોષ સમસ્યા છે, જેમાં દૂરની વસ્તુ નથી દેખાતી, પણ નજીકની વસ્તુ સાફ દેખાય છે. આંખનો લેન્સ પ્રકાશને યોગ્ય રીતે ફોકસ ન કરી શકવાને કારણે વસ્તુ ધૂંધળી દેખાતી હોય છે, જેને માયોપીયા કહે છે. માયોપીયાનો ઇલાજ ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને લેસર સર્જરી જેવી પધ્ધતિથી ઠીક કરી શકાય છે. બાળકોમાં વધતો સ્ક્રીન ટાઇમ દરેક માતા-પિતા માટે મોટી સમસ્યા છે.
જી. કે. જનરલ હોસ્પિટલના તબીબોનું માયોપીયા રોગ સામે માર્ગદર્શન:પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ-કોમ્પ્યુટર સ્ક્રિનથી દૂર રાખો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
