
મંડળીના પ્રમુખે મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી : ખેડૂતોને આપેલું ધિરાણ તેમજ વ્યાજની રકમ, ખાતરના પૈસા તેમજ થાપણ ચાઉં કરી લીધી
જૂનાગઢ, : માળિયા તાલુકાના જુથળની સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીએ તેના કાર્યકાળ દરમ્યાન ખોટા પત્રક તથા રસીદ બનાવી યોગ્ય હિસાબ રાખ્યા ન હતા તેમજ ખોટા ધિરાણ જાણીજોઈને મંજુર કરી રાસાયણીક ખાતર વેંચી નાખી મંડળીની થાપણ ચાઉં કરી નાખી હતી. આ અંગેની તપાસ થતા મંડળીમાં કુલ ર.૦૯ કરોડનું કૌભાંડ કરી રકમ પોતાના અંગત ઉપયોગ માટે લઈ લીધી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે મંડળીના પ્રમુખે પૂર્વ મંત્રી સામે ફરિયાદ કરતા માળિયાહાટીના પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
