
ડમ્પિંગ સાઈટના ઉકરડા પર મૃતદેહોના ઢગલા ખડકાયા : મૃત પશુને ખાડો ખોદીને જમીનમાં દાટવાને બદલે મૃતદેહ ખુલ્લામાં નાખી દેવાતાં આસપાસમાં વાતાવરણ દૂષિત
જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત ગૌવંશને અગ્નિદાહ કે જમીનમાં ખાડો ખોદીને દાટવાને બદલે ઉકરડામાં નાખવામાં આવતા મનપાના શાસકો સામે ફિટકાર વરસી રહ્યો છે. મૃત ગૌવંશના મોતનો મલાજો પણ જાળવવામાં આવતો નથી. થોડા સમય પહેલા આ અંગે મોટો વિવાદ થયો હતો બાદમાં ફરી ભાજપના શાસકોના વડપણ હેઠળની મનપામાં ગૌવંશને ગામમાંથી એકત્ર કરેલા ઉકરડા વચ્ચે નાખી દેવામાં આવતા ભારોભાર રોષ ફેલાયો છે.
મૃત પશુઓને અગ્નિદાહ દેવા માટે મનપા દ્વારા થોડા વર્ષ પહેલા કરોડોના ખર્ચે ગેસ ભઠ્ઠી ડમ્પીંગ સાઈટ ખાતે ફીટ કરવામાં આવી છે.
