
Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મોતનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે શાળા પોતાના વિદ્યાર્થીઓને જ સાચવી શકતી ના હોય તેવા લોકોને શાળાનું મેનેજમેન્ટ કેવી રીતે સોંપી શકાય? તો સામે પક્ષે શાળા સંચાલક મંડળ તરફ દાવો કરતાં વકીલે કહ્યું હતું કે શાળા લઘુમતી શાળાની વ્યાખ્યામાં આવે છે જેથી તેનું મેનેજમેન્ટ સરકાર હસ્તગત થાય નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને નુકસાન પહોંચી રહ્યું છે. જો કે હાઈકોર્ટે શાળા સંચાલનને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
નવા પ્રવેશને રોકી દેવાયાની ફરિયાદ
અમદાવાદ સેવન્થ ડે શાળાનો વહીવટ હાલ સરકાર હસ્તક ચાલી રહ્યો છે.
