
10થી વધુ હુમલાખોરો નાગરિકો પર તુટી પડયા
મહિનામાં બીજો સામૂહિક નરસંહાર, ૬ ડિસેમ્બરના હુમલામાં પણ બાળક સહિત 12 લોકોનો ભોગ લેવાયો હતો
જોહાનીસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં જોહાનીસબર્ગની પાસે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૦નાં મોત થયાં છે. અન્ય ૧૦ને ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. એએફપીએ પોલીસના હવાલે આ માહિતી આપી છે.
