
TarnTaran Shooting Incident: પંજાબના તરનતારનમાં સોમવારે હચમચાવી દેનારી ઘટના બની છે. લૉ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની સંદીપ કૌરને તેના જ ક્લાસમેટ પ્રિન્સ રાજે ગોળી મારી દીધી, જેને લઈને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બાદમાં આરોપીએ ખુદને પણ ગોળી મારી દીધી. આ સમગ્ર મામલો એકતરફી પ્રેમ અને જુનૂનની કહાની સામે આવી રહી છે. ક્લાસરૂમમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
