
Maulana Mahmood Madani On Supreme Court: જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં ન્યાયતંત્રના તાજેતરના નિર્ણયો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ‘બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના નિર્ણયથી એવું પ્રતીત થાય છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. અદાલતોના ઘણા એવા નિર્ણયો સામે આવ્યા છે, જેમાં બંધારણમાં આપવામાં આવેલા લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે.’
સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નથી
તેમણે કહ્યું કે, ‘1991ના ઉપાસના સ્થળ અધિનિયમ (Places of Worship Act) છતાં અન્ય કેસોમાં જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે આનું ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટને ત્યારે જ ‘સુપ્રીમ’ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે, જો આવું ન થાય તો સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો અધિકાર નથી.
