
Vadodara: આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે રવિવારે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતે એક અનોખા કાર્યક્રમ,‘સાડી ગૌરવ રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા અને આધુનિક ફિટનેસનો સંદેશ આપતી આ રનમાં 4,000થી વધુ મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે શહેરના માર્ગો પર એક મનમોહક અને રંગબેરંગી દ્રશ્ય સર્જાયું હતું.
પરંપરાગત પોષાકમાં નારી શક્તિનો પ્રવાહ
વિવિધ પ્રકારની અને રંગબેરંગી સાડીઓમાં સજ્જ મહિલાઓ જ્યારે શહેરના માર્ગો પર દોડતી નજરે પડી, ત્યારે સૌ કોઈ અચંબામાં મુકાયા હતા.
