ઝાડેશ્વર-નર્મદા ચોકડી માર્ગે ગેરકાયદેસર પાર્કિંગથી રોષ:વિરોધ નોંધાવવા સ્થાનિકો રસ્તા પર ઊતર્યાં, ટ્રાફિકજામ કરી તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માગ કરી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ રોષે ભરાયા છે. આ સમસ્યાના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે, જેના વિરોધમાં આજે રહિશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ તેમના વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરે છે. આ ઉપરાંત, નોકરીયાતો પણ પોતાના દ્વિચક્રી વાહનો રોડ પર જ પાર્ક કરી દે છે, જેનાથી માર્ગ સાંકડો બની જાય છે. આ સ્થિતિ વાહનચાલકો માટે ભારે હાલાકી ઊભી કરે છે અને અકસ્માતનો ભય સતત રહે છે. આ સમસ્યાના નિરાકરણ માટે આજે ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધીની 8 થી 10 સોસાયટીના રહિશો એકત્ર થયા હતા. તેમણે સર્વિસ રોડ પર પ્રતીકાત્મક રીતે જામ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માગ કરી હતી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. હવે સંબંધિત વિભાગો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરીને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *