
India Pakistan Match: ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચ વિવાદ વચ્ચે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ઔપચારિક વાતચીતની માગ કરી છે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ICCને પત્ર લખી ભારત સામેની મેચ ન રમવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું અને તેને અસાધારણ પરિસ્થિતિનો મામલો બતાવી પાકિસ્તાન સરકારના ટ્વિટને પણ આધાર માટે જોડ્યુ હતું.
કઈ અસાધારણ પરિસ્થિતિ? ICC
જેના જવાબમાં ICCએ PCBને પૂછ્યું છે કે તે કઈ અસાધારણ પરિસ્થિતિનો હવાલો આપી રહ્યું છે.
