
સયાજીપુરા એપીએમસી માર્કેટમાંથી ટ્રક ચોરી જનાર આરોપીને કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં અરવલ્લીથી ઝડપી પાડી ટ્રક કબજે કરી હતી.
શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા સોનુ ચૌધરી સયાજીપુરા એપીએમસીમાર્કેટ ખાતે હિન્દુસ્તાન રોડ ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ ધરાવે છે. ફરિયાદ મુજબ, તેમના ફરિયાદ મુજબ, તેમના મામા રાજેન્દ્રસિંહ ચૌધરીના નામની ટ્રક ટ્રાન્સપોર્ટ કામમાં ઉપયોગમાં લેવાતી હતી. ગઈકાલે બપોરે ડ્રાઈવરે ટ્રક ઓફિસની સામે પાર્ક કરી હતી.
