
Russia Ukraine War: યુક્રેન રશિયા યુદ્ધને અંત લાવવા ભારત સહિત દુનિયાના અનેક દેશો પ્રત્યન કરી રહ્યા છે, તેવામાં કૂટનૈતિક કોશિશો વચ્ચે રશિયાએ ફરી શક્તિ પ્રદર્શન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા કિવ પર મોટો સૈન્ય હુમલો કર્યો છે.
મિસાઇલનો મારો, ડ્રોન છોડ્યા
યુક્રેનની રાજધાની કિવ પર 27 ડિસેમ્બરની રાત્રે મોટી માત્રામાં મિસાઇલનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા છે. જેનાથી કિવ હચમચી ગયું છે.
