
– આ નવું સંગઠન બનશે તો ગ્લોબલ ઓર્ડર જ બદલાઈ જશે
– અમેરિકન પ્રમુખની નવા જ પ્રકારની રાજકીય સોગઠીએ આખા યુરોપને ઝાટકો આપ્યો અને વિચારતું કરી દીધું
– નવી સુપર ક્લબના લીધે વિશ્વના બીજા પ્લેટફોર્મ જી-૭, ક્વાડ અને યુએન સિક્યોરિટી કાઉન્સિલ જેવા ગ્રુપની અસરકારકતા જ નહીં રહે
નવી દિલ્હી : કંઈ નવું ન કરે તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ન કહેવાય. અમેરિકન પ્રમુખ ટ્રમ્પએક નવી કોર ફાઈવ કે સી-ફાઈવ નામની એલાઇટ ક્લબ બનાવવા વિચારી રહ્યા છે, જેમા અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાન સામેલ થશે. આ જી-૭ જેવા જૂના ગ્રુપને કોરાણે લગાવવાનું સાહસિક પગલું પણ બની શકે છે.
