- વઘઈ સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
- પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
- રસ્તા ઉપર પાણી ફરી વળતાં વાહન ચાલકો અટવાયા
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને પગલે સમગ્ર ડાંગ જિલ્લામાં ઠેરઠેર વરસાદ થઈ રહ્યો છે. ફરી શરૂ થયેલા વરસાદને કારણે ડાંગમાં કુદરત ફરી સોળે કલાએ ખીલી ગઈ છે.

માહિતી મુજબ, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. વરસાદના લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતાં ખેતરોમાં સુકાઈ રહેલા પાકને જીવનદાન મળ્યું હોવાની ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી હતી. ફરી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. તેવામાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વઘઈના બજારોમાં લોકો અટવાયાઈ પડ્યા તો રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું.
