
Board Of Peace: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન એક ઐતિહાસિક જાહેરાત કરતા ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace)ના પ્રથમ ચાર્ટરને ઔપચારિક રીતે લૉન્ચ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ની તર્જ પર બનેલી આ નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પ્રારંભિક હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાનો છે, પરંતુ ભવિષ્યમાં તે વિશ્વભરના વિવાદો ઉકેલવા માટે કામ કરશે. અમેરિકન પ્રમુખ દ્વારા જે પ્રસ્તાવ બતાવવામાં આવ્યો છે, તેમાં 8 મુસ્લિમ દેશો સહિત અન્ય ઘણા દેશોનો સહમતિ પત્ર હતો. ગાઝામાં ફરીથી શાંતિ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવેલા બોર્ડમાં મુસ્લિમ દેશો તો જોડાઈ ગયા છે, પરંતુ યૂરોપિયન યૂનિયનના દેશો ખચકાઈ રહ્યા છે. આ ઉપરાંત ભારત, રશિયા અનેચીન જેવા મોટા દેશોએ પણ હજુ સુધી તેનાથી અંતર જાળવી રાખ્યું છે. આ વચ્ચે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, ભારતની આ મામલે શું વ્યૂહરચના છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રોજેક્ટ સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે.
