
Hyderabad Police to Arrest Rakul Preet Singh’s Brother | બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત સિંહ જે તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેને હૈદરાબાદ પોલીસ દ્વારા એક હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં આરોપી બનાવાયો છે. અમન હાલ ફરાર છે, જેને શોધવા અને ધરપકડ કરવા માટે હૈદરાબાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમો બનાવાઇ છે.
શું છે સમગ્ર ઘટના?
પોલીસના જણાવ્યા મુજબ, હૈદરાબાદના મસાબ ટેન્ક વિસ્તારમાં એક સ્પેશિયલ ઓપરેશન દરમિયાન કોકેઇન અને MDMA ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો.
