અમિત શાહ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ભાવનગરના મહેમાન બનશે. ભાવનગર જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘ભાવ કમલમ’નું લોકાર્પણ આવતીકાલે તા.20 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે ત્યારે તે પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શહેરના નારી ચોકડી નજીક આવેલા આ કાર્યાલયનો લોકાર્પણ સમારંભ યોજાશે. જેના ભાગરૂપે પોલીસે એરપોર્ટ ખાતેથી લઈને નારી ચોકડી કાર્યક્રમ સ્થળ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષાનું રીહર્સલ કર્યું હતું. પોલીસના મસમોટા કાફલા સાથે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે, વહીવટી તંત્ર અને પોલીસે એરપોર્ટ ખાતેથી લઈને નારી ચોકડી કાર્યક્રમ સ્થળ સુધીના સમગ્ર રૂટ પર સુરક્ષાનું રીહર્સલ કર્યું હતું. સુરક્ષાના ભાગરૂપે, એરપોર્ટથી લઈને સ્થળ સુધીના રૂટ પર પોલીસના મસમોટા કાફલા સાથે ફ્લેગમાર્ચ અને પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી આ મહત્વપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. આ લોકાર્પણથી ભાવનગર જિલ્લામાં ભાજપની સંગઠનાત્મક ગતિવિધિઓને નવી દિશા મળશે.
તંત્ર દ્વારા રિહર્સલ:એરપોર્ટથી લઈ નારી ચોકડી સુધી તંત્ર દ્વારા રિહર્સલ કરાયું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 'ભાવ કમલમ' કાર્યાલયનું લોકાર્પણ કરશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
