તથ્ય પટેલ સામે અઢી વર્ષે ફ્રેમ થશે:ઇસ્કોન બ્રિજ પર 9ને મોતને ઘાટ ઉતારનારો લાંબા સમયે દેખાયો, નીચી મુંડી રાખીને આવ્યો

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. આજે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. જેથી તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. 141ની સ્પીડે જેગુઆર દોડાવી અકસ્માત સર્જતા 9 લોકોના મોત નિપજ્યા હતા
આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયાને 2 વર્ષ પૂર્ણ થયા છે. આરોપી સામે IPC 304 લાગે કે 304 A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે. જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રર સમક્ષ નિવેદન લેવાયા હતા. તથ્ય પટેલ બે વાર હંગામી જામીન મેળવી આવી ચૂક્યો છે
જો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની ઉપર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત રાખી હતી. વળી પીડીતોએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યાર સુધીમાં બે વખત હંગામી જામીન ઉપર પોલીસ જાપ્તા સાથે બહાર આવેલ છે. જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ચાર્જફ્રેમ થતા હવે કેસની આગળ ટ્રાયલ ચાલશે
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. જો કે તેને તેની ઉપર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. શું છે સમગ્ર ઘટના?
19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. તથ્ય પટેલ સામે અકસ્માતથી લઈ આજદિન સુધી કોર્ટમાં શું શું થયું તે ગ્રાફિક્સની મદદથી સમજીએ…


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *