અમદાવાદ, સોમવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. ખોખરામાં દુકાનમાં ઘૂસીને તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહીને ગાળો બોલીને માર મારીને ચાકુના ઘા માર્યા હતા. બાદમાં દુકાનની બહાર લાવીને ઢોર માર મારીને ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાંગ સારવાર માટે સિવિસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
