દિલ્હી બ્લાસ્ટ અને ગુજરાતમાંથી આતંકીઓ પકડાયાં બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ત્યારે છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ નાર્કોટિક્સ, વિસ્ફોટક પદાર્થ, આમૅસ, ટાડા અને પોટા, ઓઇલ લાઈનમાં પંચર કરી ઓઇલની ચોરી અને નકલી ચલણી નોટના કેસ જેમની સામે નોંધાયા છે. તેવા પાટણ જિલ્લા ના 500થી વધુ આરોપીઓની જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે નાયીના માર્ગદર્શન નીચે પોલીસની 50થી વધુ ટીમો મારફતે તપાસ શરૂ કરી છે.આ આરોપીઓ હાલમાં ક્યાં રહે છે.? જે તે રહેણાંક પર જ છે કે બીજે ક્યાંય? હાલ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે? તે સહિતની તેમની વિગતો અપડેટ કરવામાં આવી રહી છે.અને તેનું ડોઝિયર બનાવી રાજ્યના પોલીસ વડાને મોકલી અપાશે.માત્ર 100 કલાકમાં જ તમામની તપાસ કરી નવી વિગતો સાથેનો રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ કરાશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં આવી પ્રવૃત્તિમાં પકડાયેલા પાટણ જિલ્લાના 500થી વધુ આરોપીઓ છે જિલ્લા બહારનાં અને રાજ્યનાં મળી કુલ 800 આરોપીઓ છે. હાલમાં જિલ્લાના આરોપીઓની તપાસ ચાલી રહી છે. જેમાં આરોપીઓ અને તેમનાં પરિવારની પણ વિગતો મેળવી રહ્યા છીએ. 60 ટકા આરોપીઓના રહેણાંક વિસ્તાર બદલી નાખ્યાં
તપાસમાં નીકળેલા ટીમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 30 જેટલાં આરોપીઓ છે.ત્રણ ટીમો મારફતે તપાસ શરૂ કરી છે.પરંતુ 60 ટકા આરોપીઓએ તેમનાં રહેણાંક વિસ્તાર બદલી નાખ્યાં હોવાનું સામે આવી રહ્યું છે.અહીંયા ઓછાં રહે છે.તેમના સરનામાં મેળવાશે.અને જ્યાં રહેતાં હોય તે પોલીસને મોકલી અપાશે.એટલે ત્યાંની પોલીસ તેમની વિગતો અપડેટ કરશે.
તપાસ:પાટણમાં છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા પકડાયેલા આરોપીની તપાસ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
