
Vadodara : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભઠ્ઠા નજીક તૂટેલી ડ્રેનેજ ચેમ્બરનું સમારકામ ન થતાં સ્થાનિક રહીશોએ મંજીરા વાગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ રહેવાસીઓએ નિદ્રાધીન તંત્રને જગાડવા માટે આ અનોખો માર્ગ અપનાવ્યો હતો. પરશુરામ ભઠ્ઠાથી દર્શનમ તરફ જતાં મુખ્ય માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી ડ્રેનેજ ચેમ્બરનું ઢાંકણું તૂટેલું છે. રહીશોના જણાવ્યા મુજબ, અનેકવાર મ્યુ. કોર્પોરેશનને જાણ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
