
Ahmedabad Crime: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમ સંબંધ અને પારિવારિક વિવાદમાં લોહીયાળ જંગ ખેલાયો છે. પિતરાઈ ભાઈની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર શખસને સમજાવવા ગયેલા બે મિત્રો પર આરોપીએ ઉશ્કેરાઈને ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને હાથે ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.
