દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ

📅 Published: December 23, 2025 | 📂 Category: Uncategorized


Liquor Loot After Truck Overturns : અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા.

દારૂની બોટલો લેવા પડાપડી
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને દારૂની બોટલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *