
Red Fort Blast Pakistan Link: 10મી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લાની બહાર થયેલા કાર બ્લાસ્ટ અંગે પાકિસ્તાન તરફથી એક મોટું અને ચોંકાવનારું નિવેદન બહાર આવ્યું છે. આ નિવેદનમાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના પૂર્વ વડાપ્રધાન ચૌધરી અનવર-ઉલ-હકે દાવો કર્યો છે કે આ વિસ્ફોટમાં પાકિસ્તાન સીધું જ સામેલ હતું. આ ધમાકાના કારણે 15 લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાની નેતાએ વિધાનસભામાં કહ્યું- અમારા જવાનોએ કરી બતાવ્યું
PoK વિધાનસભામાં બોલતા અનવર-ઉલ-હકે કહ્યું કે, ‘જો ભારત બલૂચિસ્તાનમાં હિંસા ફેલાવશે, તો પાકિસ્તાન દિલ્હીના લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી જવાબ આપશે.
