દુર્ઘટના થાય તો જવાબદારી એજન્સીની રહેશે‎:મનપા 150 હોર્ડિંગ્સ લગાવી વર્ષે 2 કરોડની આવક ઊભી કરશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં હોડિંગ્સ લગાવીને જાહેરાતો કરવાનો મોટો ક્રેઝ છે. પાલિકા હતી ત્યારે પણ આ હોડિંગ્સમાંથી મોટી રકમની કમાણી કરવામાં આવી હતી ત્યારે મનપા પણ શહેરમાં અલગ અલગ 150થી વધુ જગ્યાએ આવા નવા હોડિંગ્સ ઉભા કરશે તેના માટે લોકો ઓનલાઇન અરજી પણ કરી શકશે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા હતી ત્યારે શહેરમાં જે બેનર લગાવવામાં આવતા હતા તેની વાર્ષિક આવક અંદાજે રૂ.15થી રૂ.20 લાખ થતી હતી. તે સમયે 45 જેટલા બેનર લગાવ્યા હતા. જ્યારે મનપાએ સર્વે બાદ વધારેલા બેનરથી મનપાની આવક અંદાજે વર્ષે રૂ.2 કરોડ જેટલી થશે. સુરેન્દ્રનગર શહેરમાં ખાસ કરીને સ્કૂલો, રાજકીય કાર્યક્રમો તથા તબીબો પોતાની જાહેરાતો માટે શહેરમાં બેનરો લગાવતા હોય છે. તે બેનર થકી જાહેરાતનો પણ ખુબ સારો લાભ મળતો હોય છે. જ્યારે સંયુકત પાલિકા હતી ત્યારે પણ બેનર લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો. ત્યારે મનપાએ કઇ કઇ જગ્યાએ બેનર લગાવવાની વધુ જાહેરાત થઇ શકે અને કઇ જગ્યાએ વધુ લોકોની અવર જવાર છે તેનો સર્વે કરાવ્યો હતો. ત્યાર બાદ મેઇન રોડ, 80 ફૂટ રોડ, ટાવર રોડ, ટીબી રોડ, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિત કુલ 150થી વધુ જગ્યાએ હોડિંગ્સ ઉભા કરવાનું આયોજન કરાયું છે. તે માટે ડિજિટલ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી છે. જેમાં લોકો https ://snmc;advisiongov. in ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકશે. દર વર્ષે બેનરનું ફીટનેશ સર્ટિ. લેવાનું રહેશે
જે લોકોને બેનર માટે બુકિંગ કરાવવું હોય તે લોકો સાઇડ https ://snmc;advisiongov. in ઉપર નોંધણી કરાવશે. તે માટે મનપા એજન્સી નક્કી કરશે. અને તેને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપશે. બેનર પડવાથી જો કોઇ દુર્ધટના બને તો તેની જવાબદારી એજન્સીની રહેશે. દર વર્ષે બેનરનું ફીટનેશ સર્ટિ. પણ લેવાનું રહેશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *