જરોદ તા.૧૨ વાઘોડિયા તાલુકામાં દેવ નદીના કિનારા પર આવેલા ગામોમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. દીપડાના વારંવાર હુમલાના કારણે વન વિભાગ દ્વારા પાંજરુ મૂકવામાં આવ્યું હોવા છતાં દીપડો તેમા કેદ થતો નથી.
વાઘોડિયા તાલુકાના છેડે આવેલી દેવ નદીના કાંઠા વિસ્તારોના ગામોમાં વારંવાર દીપડાની લતાર જોવા મળતી હોય છે. આ ગામોમાં તક મળે ત્યારે પશુઓનું મારણ કરી પશુપાલકો તેમજ ખેડૂતોને નુકસાન પહોંચાડે છે. નદી કાંઠો હોવાથી આ પ્રાણીઓની અવરજવર વારંવાર રહેતી હોય છે અને તેઓ કેટલીક વખત માનવ વસાહતમા આવે છે.
