
India Three New Military Base : કેન્દ્ર સરકારે દેશના નાગરિકોની સુરક્ષા વધારવા માટે ત્રણ રાજ્યોમાં સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી હોવાની વિગતો સામે આવી છે. યોજના મુજબ આસામના ઘુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન સ્થાપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળના ચોપડા અને બિહારના કિશનગંજમાં ફૉરવર્ડ ઓપરેટિંગ બેઝની સ્થાપના કરવામાં આવશે.
સાત રાજ્યોની જમીનને જોડતા સિલિગુડીમાં સૈન્ય મથક
રિપોર્ટ મુજબ, પશ્ચિમ બંગાળના 22 કિલોમીટર પહોળા અને ચિકન નેક તરીકે જાણીતા ‘સિલિગુડી કોરિડોર’ને સંપૂર્ણ અભૈદ્ય કિલ્લો બનાવવા માંગે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોરિડર ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યો (અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા)ની જમીન સાથે જોડાયેલો છે.
