
Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકામાં આજે(4 જાન્યુઆરી) એક હૃદયદ્રાવક ઘટના બની છે. શહેરના સુપ્રસિદ્ધ લાઈટહાઉસ પરથી એક 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
દ્વારકાના ગોમતી ઘાટ પાસે આવેલા પ્રખ્યાત 5 માળના લાઈટહાઉસ પર આજે સાંજે પ્રવાસીઓની ભારે ચહલપહલ હતી.
