
Shivrajpur Beach in Dwarka : ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર દરિયાકિનારો આજે સ્થાનિક નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામીને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરી રહ્યો છે. 2020માં ‘બ્લૂ ફ્લેગ બીચ’નું ગૌરવશાળી પ્રમાણપત્ર મેળવ્યા બાદ, આ બીચ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
પ્રવાસીઓની સંખ્યામાં વધારો
ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL)ના તાજેતરના આંકડા મુજબ, શિવરાજપુર દરિયાકિનારાની લોકપ્રિયતામાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 6,78,647 પ્રવાસીઓ ઉમટ્યા હતા, જ્યારે વર્ષ 2024માં 6,80,325 પ્રવાસીઓ આવ્યા હતા.
