ધીમી કામગીરી કરતા તમામ BLOને નોટિસ અપાશે:મતદાર યાદી સુધારણાની કામગીરી ધીમી કરનાર 10 અધિકારીને નોટિસ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

શહેરમાં 4 નવેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે, પરંતુ ધીમી કામગીરી થતાં 16 પૈકી 10 મતદાર નોંધણી અધિકારીને કલેક્ટરે નોટિસ આપી છે. આ કાર્યક્રમ 4 ડિસેમ્બર સુધી ચાલશે. સુરતમાં 48.73 લાખ મતદારો છે, જેમાંથી 48.39 લાખ મતદારોને એમ્યુરેશન ફોર્મ બીએલઓ દ્વારા આપી દેવામાં આવ્યાં છે. મતદારો પાસે પુરતી માહિતી ન હોવાને કારણે ફોર્મ ભરીને પરત આવતા નથી. અમુક જગ્યાઓ પરથી બીએલઓની ફરિદાયો પણ મળી છે, જેને લઈને કલેક્ટર ડો. સૌરભ પારધીએ કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. સુરતમાં 16 મતદાર નોંધણી અધિકારીઓ છે, જેમાંથી 10 અધિકારીઓની કામગીરી અત્યંત ધીમી હતી જેને લઈને કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે. જે ઓર્ડર પ્રમાણે જે બીએલઓ કામગીરી નથી કરી રહ્યા તેમને પણ આગામી દિવસોમાં નોટિસ આપવામાં આવશે. મિનિભારત લિંબાયતના તમામ બૂથ પર BLO બેસશે
યુપી, બિહાર સહિતના રાજ્યોના નિવાસી લિંબાયતમાં વસ્યા છે. મતદાર યાદી સુધારણામાં વર્ષ 2002માં તેમનું કઈ વિધાનસભામાં નામ હતું તે શોધવામાં સમય લાગી રહ્યો છે. ત્યારે કામ સરળતાથી થાય તે માટે કલેક્ટરે લિંબાયતમાં બીલએલઓને બૂથ પર બેસવા ઓર્ડર કર્યો છે, જેમાં આ વિસ્તારના બીએલઓ રોજ સવારે 9થી બપોરે 3 સુધી બૂથ પર મદદ કરશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *