
– ધ્રાંગધ્રા ડેપોની બેદરકારી સામે આક્રોશ
– 30 થી વર્ષથી ચાલતી બસ વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ સહિત મુસાફરો માટે ઉપયોગી હતી
હળવદ : ધ્રાગધ્રા ડેપો દ્વારા ૩૦ વર્ષથી ચાલતી ધ્રાંગધા – હળવદ -રાજકોટ રૂટન બસ અનિયમિત દોડાવવામાં આવતા મુસાફરો પરેશાન થયા છે. આ બસને નિયમિત દોડાવવામાં આવે તેવી માગણી ઉઠી છે.
ધ્રાંગધ્રાથી હળવદ, કડિયાણા, માથક, ચૂપણી, ખેતરડી, વરડુસર, લુણસર ચોકડી, પાડધ્રા થઇ વાંકાનેર પહોંચે છે અને બાદ રાજકોટ સુધી જાય છે.
