
Delhi News : દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ધ્રૂજાવીદેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ તેની માતા, બહેન અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોતાના પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ આરોપી ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીના લક્ષ્મીનગરમાં એક શખસ પોતાના પરિવારની હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘મેં મારી મમ્મી, બહેન અને ભાઈને મારી નાખ્યા.
