
– મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને બેઠકોની ફાળવણીનો આખરી આદેશ જાહેર
– 22 સપ્ટેમ્બરના પ્રાથમિક આદેશમાં કોઈ સુધારો ન કરાયો, 13 વોર્ડમાં એસસી માટે 3 અને પછાત વર્ગ માટે 14 બેઠકો ફાળવાઈ
નડિયાદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરી દીધો છે. આ આદેશ વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રકાશિત થયેલા આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આયોગના અગાઉના ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રાથમિક આદેશમાં કોઈપણ પ્રકારનો સુધારો કર્યા વિના તેને જ આખરી ગણવામાં આવ્યો છે. આ આદેશની બહોળી પ્રસિદ્ધિ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટને તથા નગરપાલિકા કમિશનરને કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.
