
– મનપાની ટીમે જુદાજુદા સ્થળેથી 3 પશુઓ પકડયાં
– મનપાની ટીમ પર હુમલા કરી પશુઓને છોડાવી જનાર પશુના માલિકોને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો
નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતા પશુઓ નગરજનો અને મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બન્યા છે. રખડતા પશુઓ છાસવારે લોકોને શિંગડે ચડાવતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં શહેરના રાજમાર્ગો પર રખડતા પશુઓના ટોળેટોળાં જોવા મળી રહ્યાં છે.
