નર્મદામાં કરજણ નદીમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • પરિવારના અન્ય સભ્યની શોધખોળ હજી પણ ચાલુ
  • રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે
  • વડોદરાની NDRFની ટિમ બોલાવવામાં આવી

નર્મદામાં કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા છે. જેમાં મોડી સાંજ સુધી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તથા આજે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. તેમાં રાજપીપળા
નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ વડોદરાની NDRFની ટિમ બોલાવવામાં આવી છે.

મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો
ઉલ્લેખનીય છે કે ભરૂચના એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. જેમાં નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા મામલેગઈકાલે રવિવારે ભરૂચનનો પરિવાર માંડણનાં નદી કિનારે ફરવા આવ્યું હતું. જેમાં ભરૂચના જિલ્લાના જોલવા ગામે રહેતો પરમાર પરિવાર પણ માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા આવ્યો હતો. અસહ્ય ગરમીને કારણે અનેક લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે એક પછી એક પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબ્યા હતા.



વડોદરાની NDRFની ટિમ બોલાવવામાં આવી

સ્થાનિક લોકોએ નદી કિનાર 2 બાઈક અને ચપ્પલ પડેલા કેટલાક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યુ હતું. જેના બાદ રેસ્ક્યૂ શરૂ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પરિવારના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) અને ખુશી વિરપાલસિહ ચૌહાણ (ઉ.વ 24) પાણીમાં ડૂબી ગયા હતા. ગત મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જેના બાદ આજે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. પરિવારના 1 સભ્યની શોધખોળ હજી પણ ચાલુ છે. નર્મદા પોલીસ અને વડોદરાની NDRFની ટીમોએ સવારથી જ રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *