
Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણામાં ચાલી રહેલા વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના ચાર યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલા જ તેમને દબોચી લીધા હતા અને મોટી હોનારત ટળી હતી.
પોલીસ અને યુવાનો વચ્ચે ઝપાઝપી
મળતી માહિતી અનુસાર, આજે 15મી જાન્યુઆરીના રોજ બગદાણા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
