
Image: Freepik
નવસારી સબજેલમાં સેલવાસ પોલીસના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા સેલવાસના ભૂજડપાડા ગામના પાકા કામના કેદીનું દમની બીમારીથી સારવાર દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલમાં કરૂણ મોત નિપજયુ હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ દાદરા નગર હવેલી ના સેલવાસ તાલુકાના ભૂજડપાડા ગામના વતની એવા જાનીયાભાઈ કાકાડભાઈ વસાવણા (ઉ. વ.૬૭) વિરુદ્ધમાં વર્ષ ૧૯૯૯ માં મિલકત સંબંધી હત્યાના સેલવાસ પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી.
