
– વડાપ્રધાને સેવા તીર્થ, કર્તવ્ય પથ 1-2નું ઉદ્ઘાટન કર્યું
– દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર મંત્રાલયોની ઈમારતોના ભાડાં પાછળ થતો વર્ષે રૂ. 1,500 કરોડનો ખર્ચ હવે બચી જશે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા વહીવટી પરિસર સેવા તીર્થ અને કર્તવ્ય પથ ૧ અને ૨નું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આપણે એક નવો ઈતિહાસ બનતા જોઈ રહ્યા છીએ. વિજયા એકાદશીનો આ દિવસ ભારતના વિકાસની યાત્રામાં એક નવી શરૂઆતનો સાક્ષી બની રહ્યો છે.
