
India-Pakistan Controversy : ચક્રવાત દિતવાહથી પ્રભાવિત શ્રીલંકા માટે પાકિસ્તાનની રાહત ફ્લાઈટને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે, ભારત જાણી જોઈને તેની માનવતાવાદી સહાયતા ફ્લાઈટને અટકાવી રહ્યું છે, જેના કારણે શ્રીલંકા સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે ભારતે આ આરોપોને પાયાવિહોણા ગણાવી સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
ભારતે પાકિસ્તાની ફ્લાઈટને માત્ર સાડા ચાર કલાકમાં મંજૂરી આપી દીધી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘પાકિસ્તાને જે આક્ષેપ કર્યો છે, તે ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો વધુ એક પ્રયાસ છે.
