
Gunmen Attack On Nigeria : નાઈજીરિયાના ઉત્તરી નાઈજર રાજ્યમાં હિંસા અને અસુરક્ષાની એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. ભારે હથિયારોથી સજ્જ બંદૂકધારીઓએ એક ગામ પર હુમલો કરી ઓછામાં ઓછા 30 ગ્રામજનોને મોતને ઘાટ ઉતારી દીધા છે, જ્યારે અનેક લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ વિસ્તાર લાંબા સમયથી ગુનાખોરી અને સશસ્ત્ર જૂથોની હિંસા ચાલી રહી છે.
રહેવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો
મીડિયા રિપોર્ટ મુજબ, આ હુમલો શનિવારે સાંજે નાઈજર રાજ્યના બોરગુ સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલા કસુવાન-દાજી ગામમાં થયો હતો.
