
કલ્પવૃક્ષ – નિલકંઠ સોસાયટીના રહેવાસીઓની પંચાયતમાં રજુઆત
નબળી ગુણવત્તા, યોગ્ય લેવલનો અભાવ, લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવા સહિતના રહીશોના આક્ષેપ
ભુજ: અંજાર તાલુકાના નાગલપર ગામે આવેલી કલ્પવૃક્ષ સોસાયટી તથા નિલકંઠ સોસાયટીને જોડતી પાણી તથા ગટર લાઈન નાખવાની કામગીરી અત્યંત નબળી, ધોરણવિહિન તેમજ ગુણવત્તા વિહીન કરવામાં આવી રહી હોવાનું રહીશોએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું છે. કામગીરી દરમિયાન નક્કી કરેલા ટેકનિકલ ધોરણોનું પાલન થતું નથી તેમજ ગુણવત્તા અંગે ખુલ્લેઆમ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું.
રહિશોએ જણાવ્યું હતું કે, કામગીરીમાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ, યોગ્ય લેવલ ન રાખવો, ગટર અને પાણી લાઈનની ઊંડાઈ નિયમ મુજબ ન હોવી, તેમજ કામ પૂર્ણ થયા બાદ રસ્તા અને આસપાસના વિસ્તારોને પૂર્વવત સ્થિતિમાં ન લાવવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
