
Crypto users Country : સ્ટેબલકોઈન્સના સ્વીકારમાં વધારા સાથે નાણાંકીય લેતીદેતીના વ્યવહારમાં ક્રિપ્ટોકરન્સીઝનો ઉપયોગ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સ્ટેબલકોઈન્સ એક એવા પ્રકારની ક્રિપ્ટોસ છે જેનું મૂલ્ય વધુ પડતું સ્થિર રહે છે. દેશમાં રિટેલ પ્રવૃત્તિમાં વધારાને કારણે પણ ક્રિપ્ટોમાં વ્યવહાર કરવાનું વધી ગયાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતના લાખો વપરાશકારો બચત, સરહદપાર નાણાં ટ્રાન્સફર કરવા તથા રોજબરોજના નાણાંકીય વ્યવહારમાં ડિજિટલ એસેટસ પર આધાર રાખવા લાગ્યા છે જેને કારણે ક્રિપ્ટોસનો વ્યવહાર કરતા ટોચના દસ દેશોમાં ભારત નવમા સ્થાને જોવા ંમળી રહ્યું છે.
