
મુંબઈ : અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે પડકારોનો સામનો કરી રહેલા દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિકાસકારો માટે જાહેર કરાયેલા રાહતના પગલાંથી રૂપિયા પર દબાણ આવશે એમ કેટલાક બેન્કરો માની રહ્યા છે.
નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં અપાયેલા ચાર મહિનાના મોરેટોરિઅમને કારણે નિકાસકારો તેમના વિદેશ વેપાર મારફતની ડોલરના સ્વરૂપની આવકને સ્વદેશ લાવવામાં ઢીલ કરશે જેને કારણે ડોલરનો પૂરવઠો ખોરવાઈ જવાની શકયતા નકારાતી નથી એમ એક બેન્કરે જણાવ્યું હતું.
શુક્રવારે જાહેર કરેલા કેટલાક નિર્ણયોમાં એક નિકાસ મારફત થયેલી આવકને સ્વદેશ લાવવાનો સમયગાળો ૯ મહિનાથી વધારી ૧૫ મહિના કરાયો છે. સમયગાળો વધારવામાં આવતા ડોલરની આવક ઢીલમાં પડશે.
