
– બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના જુલ્મોનો સખ્ત વિરોધ
– હૈદરઅલી અન્સારી અને અમાનત અંસારીએ ટીક-ટોક પર એક વિડિયો શેર કર્યો જેથી હિન્દુઓની ભાવનાને ઠેસ લાગતા હિંસા ભડકી ઊઠી
કાઠમંડુ : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારથી હિન્દુ બહુમતીવાળા દેશ નેપાળમાં ભારે દેખાવો યોજાયા હતા. તે વચ્ચે નેપાળનાં અનેક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યાં છે તેમાં બીરગંજમાં એક મસ્જીદ ઉપર હુમલો કરાઈ ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. અત્યારે બીરગંજમાં કરફ્યુ લગાડી દેવામાં આવ્યો છે. આ જિલ્લો ભારતની સીમાને સ્પર્શીને રહેલો હોઈ ભારતે હાઈ એલર્ટ જારી કર્યો છે.
