
ભારતમાં જ નહીં અમેરિકામાં પણ આવું થાય છે !!
ગાયબ તસવીરમાં ટ્રમ્પ, મેલાનિયા, એપસ્ટિન, ઘેસ્લિન એક સાથે હતા : નગ્ન મહિલાઓની કલાકૃતિઓની તસવીરો પણ ગુમ થઈ
વોશિંગ્ટન: અમેરિકામાં સગીરા અને મહિલાઓને નેતાઓ, હોલિવૂડ કલાકારો, ઉદ્યોગપતિઓ સહિત અતિધનિકો માટે વેશ્યાવૃત્તિમાં ધકેલવાના ગુનામાં દોષિત જેફરી એપસ્ટિન સંબંધિત ફાઈલો લાંબા સમયથી સરકારી તિજોરીઓમાં કેદ હતી, જેને જાહેર કરવાની આખરે ટ્રમ્પ સરકારને ફરજ પડી છે. જોકે, આ દસ્તાવેજોમાં ૧૬ ફાઈલો ન્યાય વિભાગની વેબસાઈટ પરથી ગાયબ થઈ ગઈ છે, તેમાં કેટલીક ફાઈલો પ્રમુખ ટ્રમ્પની તસવીરોની હોવાનો પણ દાવો કરાયો છે ત્યારે અમેરિકામાં આ મુદ્દે ભારે હોબાળો મચ્યો છે.
